અંતિમ સ્થાન ભારત

મિત્રો અને સંબંધીઓને મળવું

કોઈ પણ પ્રકારનો પ્રવાસ કરતા હો ત્યારે, માંદગીને ટાળવા માટે પ્રવાસ અગાઉ આરોગ્યલક્ષી સલાહ લેવી જરૂરી છે, અલબત જ્યારે મિત્રો અને સંબંધીઓની મુલાકાત લઈ રહ્યા હોવ ત્યારે આ વાત બિલકુલ સાચી છે. વિકાસશીલ દેશોમાં અડધો અડધ કરતાં વધારે આંતરરાષ્ટ્રીય પર્યટકો મુસાફરી દરમિયાન અથવા ત્યારબાદ બીમાર થઈ જતા હોય છે, માટે સેન્ટર્સ ફોર ડિસિઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન પર્યટકોને મુસાફરી અગાઉ અને બાદમાં સક્રિય, તૈયાર, અને સુરક્ષિત રહેવા પ્રોત્સાહન આપે છે.

તમારી જાતને ઓળખો

દવાઓ અને રસીઓ અંગે શું તમે અપ-ટુ-ડેટ છો? શું તમે પણ મુસાફરી કરતા બીમાર થઈ જાવ છો? વિદેશમાં મુસાફરી કરતી વખતે તમને અજાણી બિમારીઓ થઈ શકે છે, માટે ભારતમાં મુસાફરી કરો તે અગાઉ તમે બિલકુલ તંદુરસ્ત રહી શકો તેવા પગલા અંગે જાગૃત છો તેવી ખાતરી કરો.

મિત્રો અને સંબંધીઓની મુલાકાત લેવા ભારતની મુસાફરી કરવી

વર્ષ 2010માં કોઈ અન્ય કારણથી વધુ લોકોએ મિત્રો અને સંબંધીઓની મુલાકાત માટે પ્રવાસ કર્યો હતો; આ મુસાફરોનું પ્રમાણ તે વર્ષમાં અમેરિકામાંથી કુલ આંતરરાષ્ટ્રીય મુસાફરોના લગભગ 30 ટકા જેટલું હતું, એટલૈ લગભગ 10,000,000 મુસાફરો અમેરિકામાંથી હતા. તમામ મુસાફરો જોખમોનો સામના કરતા હતા, પરંતુ ભારતમાં મિત્રો અને સંબંધીઓની મુલાકાત લઈ રહેલા મુસાફરો માટે બીમાર થવાનું જોખમ વધ્યુ હતું. આ બીમારીઓમાં મેલેરિયા, ટાઈફોઈડ, ટ્યુબરક્યુલોસિસ, હૈપટાઈટિસ-A, અને જાતીય રોગથી થતા ચેપનો સમાવેશ થાય છે

30 ટકા કરતા ઓછા મિત્રો અને સંબંધીઓની મુલાકાત લેનાર મુસાફરોમાં જોખમ વધવાનું મુખ્ય કારણ એમણે મુસાફરી અગાઉ આરોગ્યલક્ષી કાળજી લીધી નહૉંતી. * *મિત્રો અને સંબંધીઓની મુલાકાત લેતા મુસાફરો અટકાવલક્ષી પગલાં નહીં લેતા હોવા પાછળના એવા કેટલાક કયાં કારણો છે?

 • તેઓ સ્થાનિક બીમારીઓના જોખમથી વાકેફ હોતા નથી.
 • તેઓ એવુ માને છે કે સ્થાનિક બીમારીઓ સામે તેમનામાં પૂરતી રોગપ્રતિકારક શક્તિ છે.
 • આરોગ્યલક્ષી કાળજી મેળવવામાં અથવા તેના માટે ચુકવણી કરવામાં મુશ્કેલી અનુભવૈ છે.
 • કેટલી ક્લિનિક મિત્રો અને સંબંધીઓની મુલાકાતે આવતા મુસાફરોની ખાસ જરૂરિયાતોને ઓળખી શકતી નથી.

જોખમોને જાણો!

રોગપ્રતિકાર ક્ષમતા અંગે ગેરમાન્યતાઓ

જો તમે ભારતમાં જ મોટા થયા હોય અથવા રહેતા હોય તો તમનૈ ટાઈફોઈડ અથવા મેલેરિયા જેવા રોગોથી સુરક્ષિત કરી ન શકાય. વ્યક્તિની એક સ્થળેથી બીજા સ્થળની મુસાફરીને લીધે રોગપ્રતિકારક ક્ષમતા ઝડપથી અદ્રશ્ય થાય છે, જેને લીધે તે અથવા તેનામાં રહેલી કોઈપણ સુરક્ષાને વ્યક્તિ ગુમાવે છે. ભારતમાં રહેલા પોતાના પરિવાર અને મિત્રોમાં જે પ્રકારની સ્થાનિક રોગ પ્રતિકારક ક્ષમતા હોય છે તે મિત્રો અને સંબંધીઓની મુલાકાત લઈ રહેલા મુસાફરોમાં ન હોય તેવુ બની શકે છે.

જ્યારે મિત્રો અને સંબંધીઓની મુલાકાત લેવામાં આવે ત્યારે જોખમો વધે છે.

મિત્રો અને સંબંધીઓની મુલાકાત લઈ રહેલા મુસાફરોમાં મુસાફરીને લગતી બીમારીઓ વિકસવાની વધુ શક્યતા રહેલી છે, કારણ કે તેઓ પોતાની મુસાફરી દરમિયાન પર્યટકો કરતા વધુ ઘનિષ્ઠ રીતે સ્થાનિક સંસ્કૃતિ સાથે સંપર્કમાં આવે છે. આ જૂથના મુસાફરો વધુ સ્થાનિક આહાર લે છે અને અન્ય પ્રકારના આંતરરાષ્ટ્રીય પર્યટકો કરતા વધુ લાંબા સમય સુધી રોકાય છે.

 • મિત્રો અને સંબંધીઓની મુલાકાત કરનારા મુસાફરો દ્વારા આશરે 54 ટકા મેલેરિયાને લગતા કેસોનું વહન કરી અમેરિકામાં લાવવામાં આવ્યા છે.
 • મિત્રો અને સંબંધીઓની મુલાકાત લેનાર મુસાફરોમાં 66 ટકા ટાઈફોઈડ કેસો થયા છે.
 • 90 ટકા પેરાટાઈફોઈડ કેસ દક્ષિણ એશિયામાંથી વહન કરીને લાવવામાં આવેલ છે.

મુસાફરી અગાઉ પૂરતી કાળજીનો અભાવ

ભારતનો પ્રવાસ કરતા લોકો પૈકી 30 ટકા કરતા ઓછા લોકો તેમની મુસાફરી અગાઉ આરોગ્યલક્ષી કાળજી મેળવવા માગે છે. ભારતની મુલાકાતે જતા અગાઉ મુસાફરોએ વિવિધ આરોગ્યલક્ષી સલાહ મેળવવા ફિઝીશિયન સાથે સલાહ-મસલત કરવી જોઈએ. મુસાફરી અગાઉ યોગ્ય સલાહ લેવાથી મુસાફરીને લગતી બીમારીની સંભાવના અને ગંભીરતાને મોટાભાગે ઘટાડી શકાય છે.

નકલી અને હલકી દવાઓ

ભારતમાં દવાઓ અને રસી એટલી અસરકારક ન પણ હોઈ શકે, તેમ જ તે જોખમી બની શકે છે. આ જોખમ હોવા છતાં કેટલાક મુસાફરો અમેરિકાથી તેમની સાથે લઈ જવાને બદલે ભારતમાંથી આરોગ્યલક્ષી ખરીદી કરવા રાહ જુએ છે.

 • દક્ષિણપૂર્વ એશિયામાં થયેલા અભ્યાસમાં જોવા મળ્યું છે કે સ્થાનિક સ્તરેથી ખરીદવામાં આવેલી આશરે 50 ટકા જેટલી મેલેરિયા વિરોધી દવાઓ હલકી કક્ષાની હોય છે.
 • મો વાટે લેવામાં આવતી આશરે 88 ટકા નબળી ગુણવત્તાની મેલેરિયાની દવાનું વેચાણ થાય છે.
 • અલબત, એશિયાના કેટલાક ભાગોમાંથી નકલી અથવા નબળી ગુણવત્તાની દવાની ખરીદીની શક્યતા 30 ટકા જેટલી ઊંચી હોઈ શકે છે.

બીમારીને લગતો ખર્ચ

યાદ રાખોઃ કોઈ વ્યક્તિને બીમારી સામે સુરક્ષિત કરવો તેના કરતા બીમાર વ્યક્તિની સારવાર પાછળ ખૂબ વધારે ખર્ચ કરવો પડે છે, માટે મુસાફરો બીમારી બાદ વધુ ખર્ચ કરવાને બદલે અગાઉથી થોડો ખર્ચ કરી આરોગ્યલક્ષી કાળજી મેળવી શકે છે.

બીમારી પ્રતિ વ્યક્તિ સારવાર નિવારણ

મેલેરિયા 25,000 ડોલર

200 ડોલર કરતા ઓછો

હૈપટાઈટિસ-A 1,800 ડોલર-2,500 ડોલર અને સરેરાશ 27 સંખ્યા

300 ડોલર કરતા ઓછો બન્ને રસીના ડોઝ માટે - કાર્યના દિવસોનું નુકસાન

તબીબી 25,000-250,000 મેડિકલ ઈવેક્યુએશન
વીમાની કીંમત 15 ડોલર-300 ડોલર 1-3 સપ્તાહના પ્રવાસ માટે

આરોગ્ય સુરક્ષા અંગેની સલાહ

 • તમારા મુસાફરીની તારીખોથી ઓછામાં ઓછા 4-6 સપ્તાહ અગાઉ ડોક્ટરની મુલાકાત લો.
 • સાફરી અગાઉ તમારી રોગપ્રતિકારક સિસ્ટમ મજબૂત છે તેને સુનિશ્ચિત કરી બીમારીને અટકાવો.
 • અમેરિકા છોડતા પહેલા આવશ્યક રસીઓ અને દવાઓ સાથે લો.
 • રાવેલ-હેલ્થ ઈન્સ્યોરન્સને લગતા વિકલ્પોને તપાસી જુઓ. વિદેશમાં મુસાફરી વખતે બીમાર થતા મુસાફરોને તેમના યુએસ હેલ્થ ઈન્સ્યોરન્સનું કવર ન મળે તેવુ બની શકે છે.
 • આરોગ્યપ્રદ મુસાફરીને લગતા સુચનો માટે સીડીસીની વેબસાઈટ તપાસો.
 • દૂષિત ભોજન અને પાણી ટાઈફોઈડ અને હિપેટાઈટીસ-એ જેવી બીમારીઓનું કારણ બની શકે છે.તમારા મિત્રો અને પરિવાર સાથે આનંદ માણો, પરંતુ સુરક્ષિત આહાર અને પાણીને લગતા સૂચનો હંમેશા યાદ રાખો.

યાદ રાખવાની બાબતો:

મુસાફરી આનંદદાયક બની શકે છે પરંતુ મુસાફરી વખતે બીમારી કોઈના પણ પ્રવાસને બગાડી શકે છે. ભારતમાં મિત્રો અને સંબંધીઓની મુલાકાત લઈ રહેલા મુસાફરો મુસાફરી સાથે સંકળાયેલ બીમારીથી માંદા થવાનું ઘણુ જોખમ ધરાવે છે. આ જૂથના મુસાફરોને મેલેરિયા, ટાઈફોઈડ, હૈપટાઈટિસ-A, અને જાતિય સંક્રમણને લગતા ચેપ થવાનું અન્ય આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના જૂથ કરતાં વધુ જોખમ રહેલુ છે. ભારતની મુસાફરીએ જવાની તારીખથી ઓછામાં ઓછા 4-6 સપ્તાહ પૂર્વે મુસાફરોએ ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ. મિત્રો અને સંબંધીઓની મુલાકાત લેતા 10 પૈકી આઠ મુસાફરો મુસાફરી અગાઉની આરોગ્યલક્ષી ભલામણો અંગે જાગૃત્ત હોતા નથી.


સંદર્ભો


References

 • Baggett, H. C., Graham, S., Kozarsky, P. E., Gallagher, N., Blumensaadt, S., Bateman, J., Edelson, P. J., Arguin, P. M., Steele, S., Russell, M. and Reed, C. (2009), Pretravel Health Preparation Among US Residents Traveling to India to VFRs: Importance of Ethnicity in Defining VFRs. Journal of Travel Medicine, 16: 112–118. doi: 10.1111/j.1708-8305.2008.00284.x
 • Bui, Y.-G., Trépanier, S., Milord, F., Blackburn, M., Provost, S. and Gagnon, S. (2011), Cases of Malaria, Hepatitis A, and Typhoid Fever Among VFRs, Quebec (Canada). Journal of Travel Medicine, 18: 373–378. doi: 10.1111/j.1708-8305.2011.00556.x
 • Leder K, Torresi J, Brownstein JS, Wilson ME, Keystone JS, Barnett E, Schwartz E, Schlagenhauf P, Wilder-Smith A, Castelli F, von Sonnenburg F, Freedman DO, Cheng AC; GeoSentinel Surveillance Network. Travel-associated illness trends and clusters, 2000-2010. Emerg Infect Dis. 2013 Jul;19(7):1049-73. doi: 10.3201/eid1907.121573. PubMed PMID: 23763775; PubMed Central PMCID: PMC3713975.
 • Gungabissoon U, Andrews N, Crowcroft NS. Hepatitis A virus infection in people of South Asian origin in England and Wales: analysis of laboratory reports between 1992 and 2004. Epidemiol Infect. 2007 May;135(4):549-54. Epub 2006 Sep 26. PubMed PMID: 16999877; PubMed Central PMCID: PMC2870611.